બાઇબલ · Indian Revised Version (Gujarati) 2019

ગીતશાસ્ત્ર 82

1 ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે; તે દેવો મધ્યે ન્યાય કરે છે.

2 તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો? અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો? સેલાહ.

3 ગરીબ તથા અનાથનો ન્યાય કરો; દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો.

4 ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો; તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો.

5 તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.

6 મેં કહ્યું કે, “તમે દેવો છો અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો.

7 તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો અને રાજકુમારની જેમ પડશો.”

8 હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો, કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો.

Indian Revised Version (Gujarati) 2019 — © 2019 Bridge Connectivity Solutions — CC BY-SA 4.0