બાઇબલ · Indian Revised Version (Gujarati) 2019
ગીતશાસ્ત્ર 133
1 ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!
2 તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
3 વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણ કે યહોવાહે આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.
Indian Revised Version (Gujarati) 2019 — © 2019 Bridge Connectivity Solutions — CC BY-SA 4.0