બાઇબલ · Indian Revised Version (Gujarati) 2019

ગીતશાસ્ત્ર 130

1 હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો.

2 હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો.

3 હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?

4 પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો.

5 હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું.

6 સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.

7 હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ. યહોવાહ દયાળુ છે અને માફી આપવામાં ઉતાવળા છે.

8 તે ઇઝરાયલને તેનાં સર્વ પાપોથી ઉગારશે.

Indian Revised Version (Gujarati) 2019 — © 2019 Bridge Connectivity Solutions — CC BY-SA 4.0