બાઇબલ · Indian Revised Version (Gujarati) 2019

ગીતશાસ્ત્ર 114

1 જ્યારે ઇઝરાયલીઓએ મિસર છોડ્યું, એટલે યાકૂબનું કુટુંબ વિદેશી લોકોમાંથી બહાર આવ્યું,

2 ત્યારે યહૂદિયા તેમનું પવિત્રસ્થાન, અને ઇઝરાયલ તેમનું રાજ્ય થયું.

3 સમુદ્ર તે જોઈને નાસી ગયો; યર્દન પાછી હઠી.

4 પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા ડુંગરો હલવાનની જેમ કૂદ્યા.

5 અરે સમુદ્ર, તું કેમ નાસી ગયો? યર્દન નદી, તું કેમ પાછી હઠી?

6 અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા? નાના ડુંગરો, તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?

7 હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના ઈશ્વરની સમક્ષ, તું કાંપ.

8 તેમણે ખડકમાંથી પાણી વહેવડાવીને સરોવર બનાવ્યું, મજબૂત ખડકને પાણીનાં ઝરામાં ફેરવ્યા.

Indian Revised Version (Gujarati) 2019 — © 2019 Bridge Connectivity Solutions — CC BY-SA 4.0