બાઇબલ · Indian Revised Version (Gujarati) 2019

ગીતશાસ્ત્ર 149

1 યહોવાહની સ્તુતિ કરો. તેમની સમક્ષ નવું ગીત ગાઓ; સંતોની સભામાં તેમની સ્તુતિ કરો.

2 ઇઝરાયલ પોતાના સર્જનહારથી આનંદ પામે; સિયોનના લોકો પોતાના રાજાને લીધે આનંદ મનાવો.

3 તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; ખંજરી તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ.

4 કારણ કે યહોવાહ પોતાના લોકોથી આનંદ માને છે; તે નમ્રજનોને ઉદ્ધારથી સુશોભિત કરે છે.

5 સંતો વિજયમાં હરખાઓ; પોતાની પથારીમાં પણ તમે આનંદનાં ગીતો ગાઓ.

6 તેઓના મુખમાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓ અને તેઓના હાથમાં બેધારી તલવાર રહો.

7 તેઓ વિદેશીઓને બદલો વાળે અને લોકોને શિક્ષા પહોંચાડે.

8 તેઓ પોતાના રાજાઓને સાંકળોથી અને તેઓના હાકેમોને લોખંડની બેડીઓથી બાંધે.

9 લખેલો ચુકાદો તેમના પર બજાવે. એવું મન તેમના બધા સંતોને છે. યહોવાહની સ્તુતિ કરો.

Indian Revised Version (Gujarati) 2019 — © 2019 Bridge Connectivity Solutions — CC BY-SA 4.0